ડોલવણ તાલુકાના પંચોલ ગામે થી પસાર થતી ઓલણ નદી ગાંડીતૂર બની, રોડ રસ્તા પાણીમાં ગરકાવ.તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પંચોલ ગામ નજીકથી પસાર થતી ઓલણ નદીમાં શુક્રવારના રોજ 11.15 કલાકે પાણીની ભરપૂર આવક થઈ હતી.જેને લઈ નદી ગાંડીતૂર બની હતી.જ્યાં નદી પર આવેલ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતા લોકોની અને વાહનચાલકોની સમસ્યા વધી હતી.