વ્યારા તાલુકાના કાકરાપાર ટાઉનશિપ ખાતે રહેણાંક વિસ્તારમાં દીપડો નજરે પડ્યો.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાકરાપાર ટાઉનશિપ ખાતે રહેણાંક વિસ્તારમાં શનિવારે રાત્રિ દરમ્યાન દીપડો નજરે પડ્યો હતો.જેને લઈ સ્થાનિકોમાં ભય જોવા મળ્યો હતો.બનાવને લઈ દીપડો લટાર મારતો હોવાનો વીડિયો રવિવારના રોજ 11 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.