રાજકોટ શહેરમાં આજે સવારથી મેઘરાજાએ પધરામણી કરી હોઈ તેમ 6 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેને લીધે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેને લીધે વાહન ચાલુ કરીને મુશ્કેલી ભોગવવી પડી હતી. બીજી તરફ વરસાદના પગલે રાજકોટ શહેરના 20 લાખ લોકોની જીવાદોરી સમાન આજી - 1 ડેમ ઓવરફ્લો થવાની શક્યતાને પગલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતની ટીમ સ્થળ તપાસ માટે પહોંચી હતી અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા.