અમદાવાદની સાબરમતી નદીમાં ફરી એક વખત પાણી છોડાયું.. જેથી શનિવારે 11.45 કલાકે સાબરમતી નદી બે કાંઠે વહેતી જોવા મળી. વાસણા બેરેજના 13 દરવાજા 4 ફૂટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજમાંથી 24,107 ક્યુસેક પાણી છોડાયું. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક નોંધાઈ રહી છે. જેથી નદીકાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે..