ગત તારીખ 1 સપ્ટેમ્બરના રોજ શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલ ગ્રીન એપલ એપાર્ટમેન્ટના માથાભારે શખ્સ ધવલ દોમડીયાએ નજીવી બાબતે તેના પાડોશી સાથે માથાકૂટ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે પોલીસ તપાસ દરમિયાન ગત મોડી રાત્રિના સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.ગાંધીગ્રામ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.