અંજાર નગર પાલિકાના સાથ સહકારથી શ્રી દબડા સત્સંગ મંડળ દબડા અંજાર દ્વારા શ્રાવણ વદ અમાસના શનિવારે દબડા મધ્યે પૂજ્ય શ્રી રાજા કાપડી દાદાના મેળાનું પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવેલ છે.આ મેળામાં ખાણી પીણી કે અન્ય કોઈ સ્ટોલ કરવા ઈચ્છતા વિવિધ ધંધો વેપાર કરતા સંબંધીતોને જાણ કરવામાં આવે છે કે આવતીકાલે એટલે કે તા.૨૨-૮-૨૦૨૫ ના શુક્રવારે સવારે ૧૦-૦૦ કલાકે મેળાના સ્થળે કારોબારી સમિતિ સમક્ષ જાહેર ચડાખડી થી ભાડેથી સ્ટોલ માટે જમીન આપવામાં આવશે.