ગતરોજ ભરૂચ શહેરમાં ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડ અને નક્કી કરાયેલા જળાશયોમાં વાજતે ગાજતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.ત્યારે મોટી ગણેશજીની પ્રતિમાઓનું ભાડભુત ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.જે વિસર્જન આજે સવારે સુધી ચાલ્યું હતું.જ્યાં તંત્ર દ્વારા સુવ્યવસ્થિત રીતે ક્રેનની મદદ વડે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.