નડિયાદ શહેરના કમળા ચોકડી એ વિસ્તારમાં સામાજિક તત્વોની ખુલ્લેઆમ લુખ્ખાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.અસામાજિક તત્વો દુકાનદારને અપશબ્દ બોલી માર મારતો હોવાનો આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. દીપુ આમલેટ સેન્ટરના માલિકને કેટલાક અસામાજિક તત્વો મારતા હોવાનુ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. નડિયાદમાં થોડા સમય અગાઉ પણ આ રીતે મારામારી નો વિડીયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ. ત્યારે ફરીથી એકવાર અસામાજિક તત્વોનો વિડીયો સામે આવ્યો છે.