તા.૨૭મી માર્ચ, ૨૦૨૩ના રોજ નોટીફિકેશન બહાર પાડી તમામ સુગર ફેકટરીને જાણ કરવામાં આવેલ કે તમામ મજૂરોને ટન દીઠ રૂા.૪૭૬ ફરજીયાત ચૂકવવા છતાં આજદિન સુધી માત્ર 375 રૂપિયા વેતન ચૂકવામાં આવે છે. તેમજ વન અધિકાર કાયદો 2006 હેઠળના કામદારોના તથા આદિવાસી સમાજના વ્યક્તિગત હક દાવાઓના પડતર પ્રશ્નો તથા સામૂહિક હક દાવાઓના પડતર પ્રશ્નો અંગે વારંવાર રજુઆત છતાં આજદિન સુધી આ માંગ સ્વીકારવામાં આવેલ નથી ત્યારે,મજૂરો દ્વારા કામકાજ બંધ કરવા સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી.