આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પોરબંદર જિલ્લાની ૫૦ જેટલી મહિલા ખેડૂત બહેનોને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ આવે તે માટે રાજ્ય અંદર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.મહિલા ખેડૂત બહેનોને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ આવે અને પ્રાકૃતિક શાકભાજી સહિતના પાકોમાં ખેતી કરે અને પ્રાકૃતિક કૃષિની સમજ કેળવે એ હેતુથી સારંગપુરના પ્રાકૃતિક કૃષિના મોડેલ ફર્મિંગ મુલાકાત કરી હતી