છોટાઉદેપુર પેરોલ-ફર્લો સ્કવોડ દ્વારા એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ફરાર પાકા કામનો કેદી મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જીલ્લાના સોરવા તાલુકાના દેહરી ગામેથી ઝડપી પાડવામાં આવ્યો છે. કેદીને પકડવા માટે સ્કવોડે ગુપ્ત બાતમીના આધારે કામગીરી હાથ ધરી હતી.આ કાર્યવાહીથી લાંબા સમયથી ફરાર કેદીને કાયદાની જાળમાં લાવવામાં સફળતા મળી છે.