વડોદરામાં જામ્બુવા ગામના બ્રિજ પર વધુ બે વાહનો પાણીમાં ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.જામ્બુવા નદીનું પાણી હજી પણ બ્રિજ પાસે હોવાથી બે વાહનો ફસાયા હતા.મુસાફરો ભરેલી ઇકો વાન અને ટેમ્પો ટ્રાવેલર બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો. હાઇવે પર ટ્રાફિક હોવાથી વાહનચાલકોએ જામ્બુવા બ્રિજ પરથી વાહન કાઢવાનો પ્રયાસ કર્યો હતો એના કારણે તમામ લોકોના જીવ જોખમ માં મુકાયા હતા.