વિજયસિંહ ચૌહાણને રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ દ્વારા Nation Builder Award અર્પણ શ્રી ચ. મો. વિધાલય હાઈસ્કૂલ પાલીતાણામાં વિજયસિંહ ચૌહાણે એક દાયકાથી વધુ સમય સુધી ભાષા શિક્ષક તરીકે સેવા આપીને વિદ્યાર્થીઓના જીવનને ઉજ્જવળ બનાવીને ભાવિ પેઢીના નિર્માણમાં અનન્ય યોગદાન આપ્યું છે. પાલીતાણામાં સાહિત્ય વર્તુળની સ્થાપના કરીને અને ભાષા શિક્ષકો માટે સેમિનાર અને શિબિરોનું આયોજન કરીને ગુજરાતી ભાષાને જીવંત રાખવાનું કાર્ય કરતા એવોર્ડ એનાયત