શિક્ષણિક વર્ષ 2024 - 25 ના વર્ષ માં તેજસ્વી તારલા સન્માન સમારોહ નું આયોજન કરાયું હતું. જેમાં રાજપૂત સમાજ માં પીએચડી , એમ ડી , એમ બી બી એસ થી લઈ એસ એસ સી સુધી ના 96 જેટલા તેજસ્વી તારલાઓ નું મોમેન્ટો , સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બારડોલી ડિવિઝન ના નાયબ પોલીસ અધિક્ષક એચ એલ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓ ને આવનાર દિવસો માં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી સેવા માં આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું.