રાજપીપળા જુના પોલીસ સ્ટેશન પાસે આવેલ જામા મસ્જિદ થી જુલૂસ નિકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા અને જુલૂસ દરમિયાન વરસાદ પડ મુસ્લિમ છત્રી રેઇન કોટ પહેરીને પણ મોટી સંખ્યામાં જુલુસ માં આવ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જુલુસ જામા મસ્જિદ થી દરબાર રોડ દરબાર રોડ, લાઇબ્રેરી, લાલ ટાવર સૂર્ય દરવાજા સ્ટેશન રોડ નાગરિક બેંક થી કસબાવડ ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું.