પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરનું પૂતળું બાળવા મામલે કોંગ્રેસ કાર્યકરો સામે ફરિયાદ નોંધાઇ છે. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ચીફ ઓફિસરનું પૂતળું બાળવામાં આવ્યું હતું. નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાટણના ધારાસભ્ય વચ્ચે થયેલા ઘર્ષણને લઈને કોંગ્રેસ કાર્યકરો દ્વારા પૂતળા દહન કરવામાં આવ્યું હતું ત્યારે પાટણ પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે.