શામજીભાઇ બાબુભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગામના બસ સ્ટેશન પાસે ગામમાં જ રહેતા. મેદુભા સ્વરૂપસિંહ જાડેજા જાહેરમાં ગાળો બોલતા હોઈ તેમણે તેમને ગાળો બોલવાની ના પાડતાં મેંદુભાએ જાતિ અપમાનિત કરી ધક્કો મારી નીચે પાડી પીઠ અને માથામાં પાટુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે જણાવ્યું છે. આડેસર પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો તળે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.