ઉત્તરપ્રદેશ ના રાયબરેલી જિલ્લાના સલોન મટકા ગામના હિસ્ટ્રીશીટર સામે સુરત મૌર્ય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.સમ્રાટ અશોકના વસંજ અને મૌર્ય સમાજ વિરુદ્ધ કરાયેલ અભદ્ર અને વિવાદિત ટિપ્પણી ને લઈ કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજુવાત કરવામાં આવી છે.સમાજ વિરુદ્ધ કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણીને લઈ સમાજમાં લોકોમાં ભારે રોષ છે.જ્યાં તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.જો કાર્યવાહી નહી કરવામાં આવે તો સમાજ બંધારણીય રીતે વિરોધ કરશે.