કપરાડા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસતા વરસાદના કારણે અનેક ગામો અને વિસ્તારોને જોડતા રસ્તાઓ પર પાણી ભરાઈ જતા 54 જેટલા મુખ્ય અને નાના રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. અનેક કોઝવે અને નાળા ઉપરથી પાણી પસાર થતા વાહનચાલકો માટે જોખમ ઉભું થયું છે.