હાલના ચોમાસાની સિ્થતિને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. જુનાગઢ કૃષ િ હવામાન વિભાગના હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસીયાએ જણાવ્યું છે કે, આગામી બેથી ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતાઓ ઓછી રહેશે અને મુખ્યત્વે ઝાપટાં સ્વરૂપે જ વરસાદ વરસશે. જોકે, 5 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતાઓ પ્રબળ છે.