એઇમ્સ હોસ્પિટલની ગંભીર બેદરકારીને સામે મહિલા કોંગ્રેસ શહેર ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે,આ હોસ્પિટલમાં બે વર્ષથી કરોડો રૂપિયાની કિંમતના કેન્સરના મશીનો ધૂળ ખાઈ રહ્યા છે અને કેન્સરના દર્દીઓ જરૂરી સારવારથી વંચિત રહે છે. આ ઉપરાંત એએઇમ્સ હોસ્પિટલમાં કરવામાં આવેલ એડમિનિસ્ટ્રેટરની ગેરકાયદેસર ભરતી અંગે પણ તેઓએ લેખિતમાં કલેક્ટર શ્રી ને રજૂઆત કરી છે અને તપાસ માટેની માંગણી પણ કરી છે.