ભરૂચના ભોલાવ વિસ્તારમાં બનેલી હૃદયદ્રાવક ઘટના અંગે સેશન કોર્ટનો ચુકાદો આવ્યો છે.દેવું વધી જવાથી માનસિક તણાવમાં આવેલા જગદીશ સોલંકીએ પોતાની પત્ની, અઢી વર્ષની દીકરી અને 7 માસના દિકરાની છરીના ઘા મારી નિર્દયતાથી હત્યા કરી હતી. હત્યા બાદ તેણે પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.લોનના હપ્તા ચૂકવી ન શકવાના કારણે તેણે હત્યાકાંડને અંજામ આપી જાતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આરોપી જગદીશ સોલંકી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.