રવિવારના 10:00 કલાકે મળેલી ફરિયાદ ની વિગત મુજબ વલસાડના મગોદ ગામ ખાતે ગતરોજ ગણપતિ વિસર્જન બાદ જૂની અદાવત રાખી મારામારીની ઘટના બની હતી. જેમાં એક ઈસમ ઇજાગ્રસ્ત બનતા તેને સારવાર હેઠળ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર હેઠળ સુરતને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. કે ફરિયાદ નોંધાતા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.