દોઢ માસ પૂર્વે નખત્રાણાના મોટી વિરાણીનો નાનજી મૂળજી જાગરિયાને છ માસ માટે હદપાર કરાયો હતો. તેણે આ હુકમનો ભંગ કરી જતાવીરામાંથી મળી આવતાં કાર્યવાહી કરાઇ છે. એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે, પ્રોહિબિશન તથા શરીર સંબંધી ગુનાઓ બદલ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નખત્રાણાના હુકમથી દોઢેક માસ પૂર્વે આરોપી નાનજી જાગરિયાને કચ્છ જિલ્લાથી હદપાર કરાયો છે. જે હાલ જતાવીરાની સીમમાં હાજર છે. બાતમીના આધારે નાનજીને એલસીબીએ ઝડપી હદપારીના હુકમના ભંગ