હાલોલના ગોપીપુરા નજીક આવેલાં ઘોડી ગામે તા.10 સપ્ટેમ્બર બુધવારના રોજ એક ગામની 80 વર્ષીય મહિલા પૂનકીબેન રાઠવાને ઘરમાં ઝેરી સાપે દંશ મારતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. તેમને હાલોલની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી જેની માહિતી તા.10 સપ્ટેમ્બર બુધવારના રોજ સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી