તાતીથૈયા ગામે આવેલી વી. કે. પાર્ક ની પાસે એક મોટો અકસ્માત ટળી ગયો હતો. સવારે લગભગ 11:30 વાગ્યે 11,000 વોલ્ટની હાઈ ટેન્શન લાઈનનો વાયર તૂટીને એલ. ટી. લાઇન ઉપર વાયર પડતા જોરદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટનો અવાજ એટલો પ્રચંડ હતો કે ગામમાં એક ક્ષણ માટે ગભરાટ ફેલાઈ ગયો. ઘણા લોકોને લાગ્યું કે જાણે બોમ્બ ફાટ્યો હોય. આ ઘટના વીકે પાર્ક સોસાયટી અને સીઓપી ગાર્ડન પાસે બની હતી, જ્યાંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો, ખાસ કરીને બાળકો રમતા હોય છે અનેવત્યાથી પસાર થાય છે