તારાપુર તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગમાં ફરજ બજાવતા મહીલા અધિકારીની મેટરનિટી લીવ તાલુકા વિકાસ અધિકારીએ નામંજૂર કરી છે. જેને પગલે મહીલા તાલુકા પંચાયત કચેરીએ આવી ચોધાર આંશુએ રડી પડી હતી.અને વેદના રજૂ કરી હતી.મહત્વનું છે કે, હાલ પ્રસૂતાને ગર્ભ રહ્યાનો આઠમો મહિનો છે તેમ છતાં મંજુરી ન આપનાર અધિકારીઓની માનવતા જ ખોરવાઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.તાલુકા પંચાયત કચેરી બહારથી પ્રસુતા મહિલાએ વેદના રજૂ કરી હતી.