અમદાવાદના મણિનગરમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાને લઈ સિંધી તથા હિંદુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. ગોધરા ખાતે સિંધી સમાજ, ભારતીય સિંધુ સભા તથા હિંદુ સંગઠનો દ્વારા જિલ્લા સેવાસદન કચેરીએ આવેદનપત્ર આપ્યું. આવેદનમાં હત્યારા આરોપીને કડક સજા તેમજ ફાંસીની માગણી કરવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય. મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિનિધિઓએ સરકારને ચેતવણી આપી કે હિંદુ સમાજ પરના અત્યાચાર સહન નહીં કરાય