પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી ગ્રાન્ટમાંથી રોડ-રસ્તાના કામોની શરૂઆત કરવામાં આવી છે. રવિવારે શાહના પાડા અને બડવાવાડા વિસ્તારમાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું છે.શાહના પાડામાં મેઇન દરવાજેથી બ્રાહ્મણવાળી શેરી તથા અન્ય શેરીમાં સીસી રોડનું કામ હાથ ધરાશે. હિંગળાચાચર પાસેના બડવાવાડામાં ચિરાગભાઈ ખમારના ઘરથી કનુભાઈ નાયીની દુકાન સુધી રિમિક્સ સીસી રોડ બનાવવામાં આવશે. અંદાજે રૂ. 27 લાખના કામોનું ખાતમુહરત કરાયું હતું.