ભાવનગર થી તળાજા તરફ જવાના રોડ પર અધેવાડા ગામ નજીક નાળા પાસે એક ટ્રક રોડ વચ્ચે ફસાઈ ગયો હતો, જેના કારણે આખો રોડ બ્લોક થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બંને સાઇડ બે કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો જોકે વાહન ચાલકોએ સ્વયંભૂ ટ્રાફિક ક્લીયર કરવાનું શરૂ કર્યું હતું.