રાજ્યભરમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે સાબરમતી નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે માણસા તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદી બેકાંઠે વહી રહી છે. જેને પગલે રવિવારે ધારાસભ્ય જે.એસ.પટેલ દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જેમાં નદીકાંઠાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અવરજવર ન કરવા સૂચના આપી છે.