વાલિયા ગામની બિરસા મુંડા ચોકડી પાસે રજવાડી ટી સેન્ટર સામે ટ્રક અને ઇક્કો વચ્ચે અકસ્માત સર્જાતા ચાલકનો આબાદ બચાવ થયો હતો.વાલિયા ગામના બહુમાળી પાછળ રહેતો યુવાન પોતાની ઇક્કો કાર લઈ વાલિયા ગામની બિરસા મુંડા ચોકડી પાસે રજવાડી ટી સેન્ટર સામે પસાર થઈ રહ્યો હતો.તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક ચાલકે કારને ટક્કર મારી ભાગવા જતા ગામના યુવાનોએ પીછો કરી હાઉસિંગ બોર્ડ સામેથી પકડી પાડ્યો હતો.આ અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.