ચીખલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ગુપ્ત માહિતીના આધારે મજીગામ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે.નીલકંઠ ફાર્મ સામે જાહેર માર્ગ પરથી સુરેશભાઈ ભગુભાઈ હળપતી (ઉંમર 38)ને રંગેહાથ પકડી પાડ્યોઝડપાયેલા આરોપી પાસેથી પિસ્તોલ 1, મેગઝીન 3, જીવતા કારતુસ 34, ખાલી કારતુસ 1, મોબાઇલ ફોન 1, થેલી 2 અને હોન્ડા ડ્રીમ યુગા મોટરસાઇકલ મળી કુલ ₹39,900નો મુદ્દામા જપ્ત કર્યો જે અંગે સમગ્ર માહિતી જિલ્લા પોલીસ વડાએ આપી હતી.