વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ SC સેલ ના ચેરમેન મહેશ સોલંકી ની આગેવાની માં સંકલ્પ ભૂમિ ટ્રસ્ટ દ્વારા બાબા સાહેબ આંબેડકર જી ને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આ કાર્યક્રમ માં કોંગ્રેસ ના અગ્રણી અને વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સંકલ્પ ભૂમિ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી,વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થ) જોડે કોંગ્રેસ પક્ષ ના કોર્પોરેટરો,સહિતના ઓ ઉપસ્થિત રહ્યા હતા.