સુરેન્દ્રનગર LCB પોલીસ ટીમે બાતમીના આધારે થાન સર્વોદય સોસાયટી ના રહેણાક મકાનમાં દરોડો કરી જુગાર રમતા 20 શખ્સો ને રોકડ રકમ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 669000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે 1 શખ્સ નાસી છૂટ્યો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબી પોલીસે જુગારધામ ઝડપી પાડતા સ્થાનિક પોલીસ ની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.