જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ક્ષમાપના સાથે પૂર્ણાહુતિ. પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાવન અવસરે સંવત્સરીના દિવસે જૈન સમાજે સૌ જીવોને ખમાવીને મિચ્છામી દુક્કડમ પાઠવ્યું.જૈન ધર્મના પવિત્ર પર્વાધિરાજ પર્યુષણનો અંતિમ દિવસ, સંવત્સરી, નડિયાદ શહેરમાં ભક્તિ અને ક્ષમાપનાના ઉમદા ભાવ સાથે ઉજવાયો હતો. આઠ દિવસ સુધી ચાલતા આ પર્વની શ્રેણીનો સમાપન દિવસ હોવાથી જૈન ઉપાશ્રય ખાતે સંવત્સરી પ્રતિક્રમણ નો આયોજન કરવામાં આવ્યું હતું.