માંગરોળ તાલુકાના કંટવા સાવા મોટી પાર્ટી સહિતના ગામે ખેડૂતોએ ઉકાઈ જમણા કાંઠા નહેરમાં 90 દિવસ પાણી બંધ કરવાના મનસ્વી નિર્ણય નો વિરોધ કર્યો ખેડૂત સમાજ માંગરોળના કેતનભાઇ ભટ્ટના નેજા હેઠળ ઉપરોક્ત ગામ ખાતે ખેડૂતો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ નિર્ણય થી ખેડૂતોને નુકસાન થાય તેવી દેહસત વ્યક્ત કરાય છે આ મુદ્દે ખેડૂત સમાજ દ્વારા ઓલપાડ તાલુકાના હાથીસા ગામે તારીખ 12મીના રોજ એક ખેડૂત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે