This browser does not support the video element.
વિજાપુર: બાંગ્લાદેશ પ્રીમિયરલીગ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા યુવકને ઝડપી તેની પાસેથી કુલ ₹૧૦,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો
Vijapur, Mahesana | Oct 2, 2025
વિજાપુર આરાધ્ય આંખની હોસ્પિટલ પાસે આવેલા અપના અડ્ડા પાર્લર નજીક બહારની ખુલ્લી જગ્યાએ પોલીસે રેડ પાડી મોબાઈલ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતા યુવકને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે સંદીપપટેલ પાસેથી ક્રિકેટસટ્ટા બેટીંગનું આઇ.ડી.જુગાર રમવા-રમાડવા માટે ઉપયોગમાં લેવાયેલ ₹૫,૨૦૦/- રોકડ તેના ખિસ્સામાંથી મળી આવેલ ₹૫,૦૦૦/- ની કિંમતનો મોબાઈલ ફોન મળીને કુલ ₹૧૦,૨૦૦/- નો મુદામાલ જપ્ત કરી આજરોજ ગુરુવારે બપોરે ત્રણ કલાકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.