સુરત sog એ ઝડપી પાડેલ રૂપિયા 11 કરોડની કિંમતના ડ્રગ્સ ના જથ્થાનો નાશ કર્યો છે.ગુરુવારે ભરૂચ ખાતેની BEIL કંપની માં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.શહેર SOG ના ડીસીપી રાજદીપ સિંહ નકુમ સહીતના અધિકારીઓ આ સંદર્ભે હાજર રહ્યા હતા. શહેર SOG દ્વારા 34 જેટલા અલગ અલગ NDPS એક્ટ હેઠળના કેસો કરવામાં આવ્યા હતા.જે કેસો દરમ્યાન ગાંજો,હાઇબ્રિડ ગાંજો,ડ્રગ્સ,અફીણ સહિત શંકાસ્પદ પાવડર ઝડપી પડાયો હતો.જે તમામ જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કર્યો.