રવિવારે સવારે 11 વાગ્યા ની આસપાસ ખેડબ્રહ્મા-અંબાજી હાઈવે રોડ પરના લાલસિંહ કંપા પાટિયા નજીક એક અજાણ્યા ટ્રકે ઈકોને ટક્કર મારી હતી. ત્યારે ઇકો માં બેઠેલ એક યુવાન કે જે ફંગોળાઈને રોડ પરના બાજુના નાળામાં પડી જતા પાણીમાં તણાયો હતો. ત્યારે ફાયર બ્રિગેડની ટીમે રવિવારથી જ શોધખોળ હાથ ધરી હતી. ત્યારે બુધવારે બપોરે પાદરડી ગામના સ્થાનિક લોકોનો ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. કે નાળામાં લાશ પડી છે.ત્યારે ફાયર બ્રિગેડ ની ટીમે લાશને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી.