આજે બપોરે 3 વાગે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા શહેરની યુજીવીસીએલ કચેરી દ્વારા ખેડબ્રહ્મા ખાતે સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત વીજ સલામતી અને ઉર્જા સંરક્ષણ અંગે જનજાગૃતિ અભિયાન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈડર વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર, નાયબ ઈજનેર, ખેડબ્રહ્મા વડાલી ખેરોજ પેટા વિભાગીય કચેરીના અધિકારીઓ સહિત કર્મચારીઓ જોડાયા હતા.