ગોધરા શહેરના વોર્ડ નં. ૧૦માં આવેલ હલીમા મસ્જિદ પાસે ફોદા કમ્પાઉન્ડ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી. જેના કારણે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ રહે છે. આ સમસ્યાથી સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પાણી ભરાઈ રહેવાને કારણે લોકોને પોતાના ઘરોમાંથી બહાર નીકળવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, ગંદા પાણીના ભરાવાથી રોગચાળો ફેલાવવાનો ભય વધી ગયો છે. ખાસ કરીને નાના બાળકોમાં બીમારીનું પ્રમાણ વધ્યું છે. સ્થાનિકોએ