કોટડાસાંગાણી સ્થિત ઠાકોર મુળવાજી વિનયન કોલેજ ખાતે જન કલ્યાણકારી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. રૂ. ૪૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનુ ઉદઘાટન કરાયું હતું. ઉપરાંત રૂ. ૧૧.૨૫ લાખના ખર્ચે દિવ્યાંગજનોને સાધનોનું વિતરણ અને જિલ્લાની ૩૩૦ આંગણવાડીઓ માટે રૂ.૭.૨૫ લાખના ખર્ચે બનેલા રમકડા સેટનું વિતરણ પણ કરાયું હતું.