શહેર નજીક જંગવડ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં આજે સવારે 9:00 વાગ્યાની આસપાસ શહેરના જંગવડ પાસે આર.કે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઇનોવા કાર પલટી મારી જતા ત્રણેય વિદ્યાર્થીઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.