ભાવનગર શહેરના સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નજીકથી વિદેશી દારૂ અને બિયરની બોટલો સાથે કાર ચાલકને ઝડપી લીધા હતા. પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીમાં આધારે પોલીસે ચેકીંગ હાથ ધરી કારને ઉભી રાખવામાં આવતા કાર ચાલકો નાસી જવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે કારને ઝડપી લઇ વિદેશી દારૂ અને બિયરની બોટલો સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા.