હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજ રોજ PM સૂર્યદર મુફ્ત વીજળી યોજના અંતર્ગત જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમનું આયોજન યુજીવીસીએલ હિંમતનગર વર્તુળ કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગામના આગેવાનો, નાગરિકો, યુવાનો તેમજ યુજીવીસીએલના અધિકારીઓ હાજર રહ્યા હતા.