મહીસાગરના યુવાનો કે જે ઈકોમાં અંબાજી જઈ રહ્યા હતા. તે દરમિયાન રવિવારે સવારે 11 વાગ્યા ની આસપાસ હાઈવે રોડ પરના લાલસિંહ કંપા પાટિયા નજીક એક અજાણ્યા ટ્રકે ઈકોને ટક્કર મારી હતી. ઇકોમાં બેઠેલ એક યુવાન કે જે ફંગોળાઈને રોડ પરના બાજુના નાળામાં પડી જતા પાણીમાં તણાયો હતો.અન્ય યુવાનોને ઇજાઓ પહોંચતા ખેડબ્રહ્મા સિવિલમાં ખસેડાયા હતા. પાણીમાં તણાયેલ યુવકની શોધખોળ ખેડબ્રહ્મા ફાયર બ્રિગેડની ટીમે હાથ ધરી હતી. પરંતુ મોડી સાંજ સુધી યુવક મળી આવ્યો ન હતો.