ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ચોમાસા બાદ રસ્તાઓ પર પડેલા ખાડાઓથી નાગરિકોને ભારે હાલાકી થઈ રહી છે. સ્થાનિકો તથા કાઉન્સિલરો દ્વારા વારંવાર રજૂઆત છતાં નગરપાલિકાએ કાર્યવાહી ન કરતા, ઉદ્યોગપતિ ફિરદોસ કોઠીના સહકારથી યુવાનોએ સ્વખર્ચે ખાડા પુરવાની કામગીરી શરૂ કરી છે. ચોકી નં.7 થી સિંગલ ફળીયા ગળનાળા અને કાલાભાઈ પેટ્રોલ પંપથી સાતપુલ સુધીના રસ્તાઓ તૂટી જતા મુસાફરો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને તકલીફો પડી રહી છે. વરસાદી પાણી ભરાતા અકસ્માતની ભીતિ પણ વધી છે.