વડોદરા : સ્માર્ટ સિટીમાં જ્યાં જુવો ત્યાં માર્ગો પર ખાડાઓના દર્શન થઈ રહ્યા છે.હવે લોકોને કમરોમાં દુખાવાની બૂમો ઉઠવા માંડી છે.ત્યારે, ગાજરાવાડી વિસ્તારમાં ખાડામાં રોડ કે રોડ પર ખાડા કહેવું અસંભવ છે.ત્યારે,સ્થાનિક નાગરિકોએ અનોખો વિરોધ કર્યો હતો.લોકોએ ખાડેશ્વર સરકાર કી જય ના ઘોષ સાથે ખાડાઓનું પૂજન કર્યું હતું.છેલ્લા પાંચ દસ વર્ષથી અહીં ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે.વિસ્તારમાં એક પણ નેતાઓ ધ્યાન નહીં આપતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા.