બુધવારના રોજ એક કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ ધરમપુર ડેપો ખાતે ફાળવવામાં આવેલી નવી બસોનો આજરોજ શ્રી ગણેશ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઉપસિ્થતિમાં ધરમપુર તણસિયા અને ધરમપુર કપરાડા ,માની અને ધરમપુર મોહના કાવચાળી સહિતના અંતરિયાળ વિસ્તારો માટે નવી બસો ફાળવવામાં આવી છે જેનો પ્રસ્થાન ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે લીલી જંડી આપી કરાવવામાં આવ્યું હતું. જેથી ગામની પ્રજાની યાતા યાત સુવિધાને એક નવો વેગ મળ્યો છે